Pandit Din Dayal Upadhyay Awas Yojana 2024: પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ યોજના થકી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. અને યોગ્યતા ધરાવતા વ્યક્તિઓને સરકાર દ્વારા રૂપિયા 1,20,000 ની મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે છે. આ પોસ્ટમાં તમને કઈ રીતે અરજી કરવી, કોને લાભ મળે અને અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે. તેની માહિતી નીચે આપેલ છે.
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 વિસ્તૃત માહિતી
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના લાભ મેળવવા માગતા હોય તેમના માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક વિકસિત જાતિ કલ્યાણ બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અને હાલ તે ફોર્મ ભરવાના શરૂ છે. પંડીત ઇન્ડિયા ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર જે લોકો પણ યોગ્ય પાત્રતા ધરાવે છે. તે ઓનલાઈન અરજી કરીને આ સહાયનો લાભ મેળવી શકે છે. મકાન બાંધકામ માટે સહાય ₹1,20,000, 3 હપ્તામાં મળે છે.
અરજી કરવા માટેની પાત્રતા શું છે ? | Eligible criteria
- અરજી કરનાર અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ
- આયોજનાનો લાભ કોઈપણ એક વ્યક્તિને મળશે
- અગાઉના વર્ષની અંદર અરજદાર કે તેમના રેશનકાર્ડના કોઈપણ કુટુંબ સભ્યોને કોઈપણ પ્રકારની સહાય મળેલ હોવી જોઈએ નહિ
- પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવા માટે અરજદારે પોતાનો અથવા કુટુંબના કોઈપણ સભ્યનો મોબાઈલ નંબર આપવાનું રહેશે જે ચાલુ સ્થિતિમાં હોવો જોઈએ અને મોબાઈલ નંબર વારંવાર અરજીઓમાં વપરાયેલ હશે તો તે નંબર બંધ સ્થિતિમાં હસે તો અરજી રદ ગણાશે.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી વધુ હોવી જોઈએ નહિ.
જરૂરી દસ્તાવેજ યાદી
- બેન્ક પાસબુક
- આવકનો દાખલો
- જો વિધવા હોય તો પતિના મરણ નો દાખલો
- કોઈ પણ આવાસ યોજનામાં તૈયાર મકાન મળે નથી તે અંગેનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામ પંચાયત ના તલાટી કે સીટી તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટર નું પ્રમાણપત્ર નકલ
- જમીન માલિકીનો દસ્તાવેજ
- જાતિનો દાખલો
- બીપીએલ નો દાખલો
- રહેઠાણ પુરાવો
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- ચતુર્ક્ષીમાનો જમીન પર મકાન બાંધવાનો છે તે નકશાની વિગતો
કેવી રીતે અરજી કરવી ?
- Pandit Din Dayal Upadhyay Awas Yojana How તો apply ,કોઈપણ વ્યક્તિ પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના ની અંદર પાત્રતા ધરાવે છે અને તે લાભ મેળવવા માંગે છે તો ગુજરાત સરકાર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ની અંદર અરજી કરવા માટેની તારીખો નીચે મુજબ આપેલ છે તે મુજબ તમે અરજી ફોર્મ ભરી શકો છો. અને આ યોજનાનો લાભ મેળવી શકો છો.
- Pandit dindayal upadhyay awas yojana, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ફોર્મ ભરવાના 17 ઓગસ્ટ 2024 થી શરૂ થઈ ગયા છે. અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 16 સપ્ટેમ્બર 2024 તે દરમિયાન તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે
- જે પણ લોકોએ 2022/23 અને 23/24 માં પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજન માટે અરજી કરેલી છે તેને લાભ મળ્યો નથી તેવા ઉમેદવારો આ વર્ષમાં ચાલુ વર્ષમાં અરજી કરવાની નથી.
Pandit Din Dayal Aavas Yojana 2024 માં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?
- પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નો લાભ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in અહીં આપેલ છે. જેમાં જરૂરી વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો ફોર્મ સમિટ થઈ જશે.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 17/08/2024 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 16/09/2024 |
મહત્વની લિંક
ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો | અહી ક્લિક કરો |
હોમ પેજ પર | અહી ક્લિક કરો |