PM Free Sauchalay Yojana 2024 : સૌચાલય બનાવવા માટે ₹12,000ની સહાય મળશે 

PM Free Sauchalay Yojana 2024,ભારત સરકારે સ્વચ્છ ભારત અને સ્વચ્છ રાષ્ટ્ર બનાવવા માટે 2 ઓક્ટોબર 2014 ના રોજ સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું છે. આ પહેલા પણ મુખ્ય ઘટક એ છે કે દરેક ઘરમાં સૌચાલય બને અને વંચિત પરિવાર લોકો સૌચાલય નિર્માણ માટે ₹10, 000ની સહાય આપવામાં આવતી હતી.

હવે સૌચાલય બનાવવા માટે રકમ વધારીને ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે. જો તમારા ઘરે પણ સૌચાલય નથી અને તમે સૌચાલય બનાવવા માટે સહાય મેળવવા માંગો છો. તો તમે પીએમ સૌચાલય યોજના હેઠળ ઓનલાઇન અરજી કરી શકો છો. જેમાં સૌચાલય બનાવવા માટે તમને સરકાર 12,000 ની સહાય આપશે. આયોજનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. અને કોણ લઇ શકે છે તે અંગેની માહિતી નીચે આપેલ છે.

પીએમ મફત સૌચાલય યોજના ? PM Free Sauchalay Yojana 2024

PM Free Sauchalay Yojana 2024, પીએમ મફત સૌચાલય યોજનાએ સ્વચ્છ ભારત યોજનાનો એક ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ દરેક ઘરમાં સૌચાલય હોય અને સ્વચ્છ ભારત બનાવવાનો છે. આજના હેઠળ માત્ર સૌચાલય બનાવવા માટે તમને રૂપિયા 12,000 સુધીની સહાય આપવામાં આવશે. આ યોજના લાભ ખાસ કરીને એવા પરિવારને મળશે જેમના ઘરે સૌચાલય નથી.

પીએમ શૌચાલય યોજના શરૂઆતના તબક્કામાં 2019 સુધી રાખવાનું હતું. પરંતુ જરૂરિયાત મંદ લોકોને ધ્યાનમાં રાખીને 2024 સુધી લંબાવવામાં આવી છે. સૌચાલય વગરના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. અને તે ઓનલાઈન અરજી કરી શકે છે.

પીએમ મફત સૌચાલય યોજનાનો ઉદ્દેશ્યો

પીએમ મફત શૌચાલય યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ દરેક ઘરમાં સૌચાલય હોય અને સ્વચ્છતાને મહત્વ આપે જેનાથી નાગરિકોના જીવન ધોરણમાં સુધારો આવે. સૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા રૂ. 12000 આપવામાં આવે છે. જે લોકો શૌચાલય બનાવવા માટે અસમર્થ હોય તેને સરકાર મદદ આપે છે. સ્વચ્છતાને  મહત્વ જ નહીં પરંતુ જાહેર આરોગ્યની ધ્યાનમાં રાખીને સ્વચ્છ ભારત મિશન હેઠળ આ લક્ષ મહત્વપૂર્ણ બનાવવાનો છે.

પીએમ મફત સૌચાલય યોજનાના લાભો 

  • જરૂરિયાત મંદ પરિવારોને મફત સૌચાલય આપવાનો હેતુ
  • સૌચાલય બનાવવા માટે રૂપિયા 12,000 ની નાણાકીય સહાય
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છ ભારત બનાવવા માટે દરેક ઘરમાં સૌચાલય પહોંચે
  • આ યોજનાથી જાહેર આરોગ્યમાં સુધારો થશે તેમજ પર્યાવરણ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

પીએમ મફત સૌચાલય યોજના માટે પાત્રતા

  • આ યોજના માટે નીચે મુજબના માપદંડો હોવા જોઈએ
  • ભારતના રહેવા જોઈએ તો તમે અરજી કરી શકશો
  • હાલના સમયમાં તમારે પહેલાથી સૌચાલય ન હોવું જોઈએ
  • ગરીબી રેખા નીચે આર્થિક રીતે વંચિત પરિવારોને મળશે

મહત્વના ડોક્યુમેન્ટ 

પીએમ મફત સૌચાલય યોજના માટે અરજી કરવા માટે શરીર ડોક્યુમેન્ટ લિસ્ટ નીચે મુજબ આપેલ છે.

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આવકનો દાખલો 
  • ઉંમરનો પુરાવો
  • જાતિ પ્રમાણપત્ર
  • પાન કાર્ડ
  • બેંક પાસબુક
  • રેશન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કઈ રીતે કરવી ઓનલાઈન ?

  • સૌપ્રથમ સ્વચ્છ ભારત મિશન ઓફિસિયલ વેબસાઈટ ખોલો
  • swachhbharatmission.gov.in
  • હોમપેજ પર સિટીઝન કોર્નર ઉપર ક્લિક કરો
  • “IHHL માટે અરજી ફોર્મ”  વિકલ્પ પસંદ કરો.
  • તમારી તમામ વિગતો જેમકે મોબાઈલ નંબર સરનામું  દાખલ  કરો
  • નોંધણી થઈ ગયા બાદ લોગીન કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરો અને ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો

અરજી કઈ રીતે કરવી ઑફલાઇન  ?

  • તમારી સ્થાનિક ગ્રામ પંચાયતની ઓફિસની મુલાકાત લો
  • સૌચાલય યોજના માટે અરજી ફોર્મ મેળવો
  • ફોર્મમાં જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ જોડો
  • ત્યારબાદ ઓફિસમાં ફોર્મ સબમીટ કરો

તમે કરેલી અરજીનું સ્ટેટસ કેવી રીતે જોવું?

  • સૌપ્રથમ સ્વચ્છ ભારત મિશન વેબસાઈટ ની મુલાકાત
  • સિટીઝન કોર્નર પર જાવ અને IHHL માટે અરજી ફોર્મ ઉપર ક્લિક કરો.
  • તેમાં લોગીન કરો અને એપ્લિકેશન પર ક્લિક કરો 
  • જરૂરી વિગતો એન્ટર કરો અને અરજીની સ્થિતિ જોવા માટે ટ્રેક સ્ટેટસ પર ક્લિક કરો

નોંધ: અમારી વેબસાઈટ પર તમને માત્ર અહીં માહિતી પહોંચાડવાનો છે. અહીં આપવામાં આવતી માહિતી ઇન્ટરનેટ અને અન્ય માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે . કોઈપણ અરજી ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી.

Leave a Comment